ગુજરાતી ફેશન ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા પાંચેક વર્ષથી કામ કરી રહેલ અંકિતા જાદવ મુળ સૌરાષ્ટ્રનાં કોડીનાર વતની છે. તેમનો જન્મ રાજકોટમાં થયો છે. તેમના પપ્પા જજ તરીકે કાર્યરત છે એટલે સૌરાષ્ટ્રનાં અનેક શહેરોમાં તેમને રહેવાનું થયું અંતે તેઓ અમદાવાદમાં સ્થાયી થયા છે. તેઓ કહે છે હું કોલેજમાં હતી ત્યારથી ફેશન ઇન્ડસ્ટ્રીમાં છું. હાલમાં તેઓએ લો નો અભ્યાસ પુર્ણ કર્યો છે અને તેઓ લોયરની ઇન્ટર્નશિપ માટે તૈયારી કરી રહ્યા છે. અંકિતા કહે છે, સુંદરતા આજીવન ટકી રહેનારો વિષય નથી એટલે તમારે કોઇ બિજુ પ્રોફેશન વિચારવું પણ અનિવાર્ય છે. હું ફેશનમાં સક્રીય છું જ અને રહીશ પણ મને વકીલ બનવું છે. એટલે હું અભ્યાસમાં પણ એટલી જ ફોક્સ છું. મને ફેશન માટે ઘર માટે મારા પરિવારે ખુબ સપોર્ટ કર્યો છે. ફોટોગ્રાફમાં ગ્રેસફુલ દેખાતી અંકિતા સ્વભાવે ખુબ શાંત અને સરળ છે.
અંકિતા ફેશન ડિઝાઇનર માટે શુટ કરે છે, તે સાથે તેઓ કમર્શિયલ શુટ પણ કરી રહ્યા છે. તેમનાં ફોટોગ્રાફમાં તેમની ફેશન સેન્સ અને તેમનો પોઝીટીવ એટીટ્યુડ દેખાય આવે છે. તે સાથે બ્રાઇડલ અને વેસ્ટર્ન આઉટફિટમાં પણ તેઓએ અનેક શુટ કર્યા છે. અંકિતા કહે છે ગુજરાતી ફેશન ઇન્ડસ્ટ્રીમાં ખુબ સપોર્ટીવ લોકો છે અને પ્રોત્સાહીત કરનારા લોકો પણ ખુબ જ છે. મે ખુબ શિખ્યું છે અને મારો અનુભવ ખુબ સારો રહ્યો છે. હવે કામ ખુબ મળી રહ્યું છે જે સારી વાત છે. પહેલાનાં સમયમાં ગુજરાતમાં મોડેલને આટલું કામ મળતું નહોતું. પણ હવે આ ઇન્ડસ્ટ્રી ખુબ સારો ગ્રોથ કરી રહી છે. મને એક્ટિંગની ઓફરો મળે છે પણ એક્ટિંગમાં હજુ મને એવું લાગે છે કે, થોડા વધારે અનુભવની જરૂર છે. પણ સારી ઓફર મળે તો હું ચોક્કસ કરવા ઇચ્છું છું.તેઓ અમદાવાદ, સુરત અને વડોદરામાં કામ કરે છે. એક મોડેલ તરીકે તેઓ ખુબ પોઝીટીવ અને ફોટોજેનીક ફિચર્સ ધરાવનાર વ્યક્તિ છે. તેમનામાં આત્મવિશ્વાસ ખુબ છે. જે તેમના ફોટોગ્રાફમાં જોઇ શકાય છે. આપણે ત્યાં ખુબ ઓછા લોકો હજુય ફેશન ઇન્ડસ્ટ્રી પ્રત્યે પોઝીટીવ વિચારો ધરાવે છે તેવા સમયે સૌરાષ્ટ્રમાં કોઇ દિકરી ફેશનમાં પ્રવેશે તે ખુબ સારી વાત કહી શકાય. હવે ગુજરાતની ફેશન ઇન્ડસ્ટ્રીમાં ઘણા નવ ચહેરાઓ નવા ટેલેન્ટ આવી રહ્યા છે જે ખુબ સકારાત્મક વાત છે.